એલન મસ્કે નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન

લોકસભા ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદીને ન માત્ર ભારત પણ દુનિયાભરથી શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન હવે અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના CEO એલન મસ્કે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા

New Update
Elon Musk

Elon Musk

લોકસભા ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદીને ન માત્ર ભારત પણ દુનિયાભરથી શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન હવે અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના CEO એલન મસ્કે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

elan

મસ્કે કહ્યું કે, તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.આ પહેલા શુક્રવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મોદીને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતા. તેઓ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા સીટોમાંથી 293 સીટો જીતી છે. નોંધનિય છે કે,ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે બાદમાં તેમણે પોતાનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો હતો.

Latest Stories