12 દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો, ટ્રમ્પ સરકારે લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.

New Update
trm

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.

આ સાથે અન્ય 7 દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આ પગલું ભર્યું છે. સીબીએસ ન્યૂઝે વહીવટી અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, જે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકો હવે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં. આ પ્રતિબંધ સોમવારે રાત્રે 12:01 વાગ્યાથી અમલમાં આવશે.

આ ઉપરાંત ટ્રમ્પે અન્ય 7 દેશોથી આવતા લોકો પર પણ પ્રતિબંધ લાદ્યો છે. તેમાં બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા લોકો પર હવે ખાસ શરતો અને કડક ચકાસણી લાગુ પડશે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આવી નીતિ અપનાવી હોય. તેમના પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમણે 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને પાછળથી 2018માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી.

Read the Next Article

યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઇઝરાયલના 'જાસૂસો' સામે આક્રમક કાર્યવાહી, 3ને ફાંસી, 700ની ધરપકડ

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયું હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઇઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે. 

New Update
jfjcg jf

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયું હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઇઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈદરીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહમદ રસૂલને હત્યાના ષડયંત્રમાં જરૂરી હથિયારો ઈરાનમાં લાવવાનો પ્રયાસ કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. આ મામલે તેમની વિરુદ્ધ કેસ થયો હતો. આજે સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.

ઈરાનના ઉત્તર-પશ્ચિમ શહેર ઉરમિયાની જેલમાંથી ત્રણેય આરોપીની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ શહેર તુર્કિયેની સરહદ નજીક છે. ઈરાન અવારનવાર ઇઝરાયલ અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાની શંકામાં લોકોની ધરપકડ કરી ફાંસીની સજા ફટકારે છે.

ઈરાને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઇઝરાયલ સાથે સંબંધ હોવાના આરોપમાં આશરે 700 લોકોની ધરપકડ કરી છે. આ માહિતી ઈરાનની સ્થાનિક મીડિયા એજન્સીએ આપી હતી. આ તમામ પર ઇઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ સાથે સંબંધ, ગુપ્ત જાણકારી આપવા બદલ, સૈન્ય મથકોને નિશાન બનાવવામાં મદદ કરવાનો આરોપ મૂકાયો છે. તમામની પૂછપરછ થઈ રહી છે. તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી શકે છે. ઈરાને ઇઝરાયલ માટે કામ કરનારાઓને પકડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

ગઈકાલે સવારે ઈરાન અને ઇઝરાયલે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર સીઝફાયર કર્યું હતું. જો કે, સીઝફાયરની જાહેરાતના થોડા કલાકોમાં જ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. બીજી તરફ ઇઝરાયલે પણ વળતો જવાબ આપતાં તેહરાનમાં બે એરસ્ટ્રાઇક કરી હતી. બંને દેશો દ્વારા સીઝફાયરનો ભંગ કરાતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે જ વહેલી સવારે બંને દેશો વચ્ચે સીઝફાયર થયું હોવાની જાહેરાત આપી હતી.