ફેડરલ ગન કેસ: કોર્ટે જો બાઇડનના પુત્ર હન્ટર બાઇડનને દોષીત જાહેર કર્યો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પુત્ર હન્ટર બાઈડનને ફેડરલ ગન કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ડેલવેરની કોર્ટે હંટરને ડ્રગ સંબંધિત અન્ય બે કેસમાં પણ દોષિત ઠેરવ્યો છે

New Update
ફેડરલ ગન કેસ

ફેડરલ ગન કેસ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પુત્ર હન્ટર બાઈડનને ફેડરલ ગન કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ડેલવેરની કોર્ટે હંટરને ડ્રગ સંબંધિત અન્ય બે કેસમાં પણ દોષિત ઠેરવ્યો છે. હન્ટર ડ્રગ્સના પ્રભાવ હેઠળ હથિયાર રાખવાની ત્રણ મામલાઓનો સામનો કરી રહ્યો હતો. તેણે જ્યુરીની સામે પોતાને નિર્દોષ કહ્યો હતો.

વર્તમાન રાષ્ટ્રપતિના પુત્ર સાથે સંકળાયેલો આ પ્રથમ કેસ છે. ખાસ કરીને અમેરિકામાં ચૂંટણી સમયે હન્ટર બાઈડનને દોષિત ઠેરવવાથી બાઈડનની સમસ્યાઓમાં વધુ વધારો થઈ શકે છે.જે ત્રણ કેસમાં બાઈડનને દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેમાંથી બે કેસમાં 10 વર્ષથી વધુની જેલની સજા છે, જ્યારે ત્રીજા કેસમાં પાંચ વર્ષની સજા છે. ફેડરલ સજાની માર્ગદર્શિકાની ભલામણો અનુસાર, સજા ઘટાડવા અથવા વધારવી તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પર છે. દરેક કેસમાં અંદાજે 2 લાખ 50 હજાર ડોલરના દંડની જોગવાઈ પણ છે. જો કે, હંટરને ક્યારે સજા સંભળાવવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી.

Latest Stories