Connect Gujarat
દુનિયા

3000 કાર લઈને જઈ રહેલા જહાજમાં આગ, એક ભારતીય ક્રુ મેમ્બરનુ મોત, જહાજ ડુબવાનુ જોખમ

3000 કાર લઈને જઈ રહેલા જહાજમાં આગ, એક ભારતીય ક્રુ મેમ્બરનુ મોત, જહાજ ડુબવાનુ જોખમ
X

નોર્થ સીમાં 3000 કાર લઈને જઈ રહેલા એક માલવાહક જહાજમાં લાગેલી આગમાં એક ભારતીય ક્રુ મેમ્બરનુ મોત થયુ છે અને બીજા કેટલાક નાવિકો ઘાયલ થયા છે.

પોર્ટુગલ કોસ્ટ ગાર્ડે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ જહાજ ડુબે નહીં તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જહાજના 23 ક્રુ મેમ્બરને બહાર કાઢવા માટે બોટ તેમજ હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. આ ઘટના બાદ ભારતની સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આ જહાજમાં આગ લાગ્યા બાદ કેટલાક ક્રુ મેમ્બરોએ દરિયામાં ઝંપલાવ્યુ હતુ અને તેમને એક લાઈફ બોટની મદદથી બચાવી લેવાયા હતા. કેટલાક ક્રુ મેમ્બર દાઝી ગયા છે અને કેટલાકના હાડકા તુટ્યા છે. તેમને નેધરલેન્ડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોર્ટુગલ કોસ્ટ ગાર્ડનુ કહેવુ છે કે, હાલમાં સ્થિતિ પર નજર રાખવા માટે તેમજ આગ બૂઝાવવા માટે સેંકડો બોટ કામ કરી રહી છે. આ જહાજ ટુરિસ્ટ માટે લોકપ્રિય ટાપુઓ નજીક છે. આ જગ્યાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ જાહેર કરવામા આવી છે. ફ્રી મેન્ટેલ હાઈવે નામનુ આ જહાજ જર્મનાથી ઈજિપ્ત જઈ રહ્યુ હતુ. તેના પર 3000 કારો લદાયેલી હતી.

પોર્ટુગલના એમીલેન્ડ નામના ટાપુથી 27 કિલોમીટર દુર ઉત્તરમાંથી જહાજ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી. દરમિયાન પોર્ટુગલ સ્થિત ભારતીય દુતાવાસે કહ્યુ છે કે, મૃત્યુ પામનાર ભારતીય નાવિકનો મૃતદેહ પાછો લાવવા માટે અમે સહાયતા કરી રહ્યા છે અને આ નાવિકના પરિવાર સાથે અમે સંપર્કમાં છે.

Next Story