અમેરિકામાં અંધાધૂંધ ફાઇરિંગ, જ્યોર્જિયામાં 4 લોકોના મોત

New Update
અમેરિકામાં અંધાધૂંધ ફાઇરિંગ, જ્યોર્જિયામાં 4 લોકોના મોત

અમેરીકામાં ગોળીબાર થવાની ઘટના ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હાલનો મામલો જ્યોર્જિયાના એટલાંટા છે. જ્યાં શનિવારે સવારે થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા હતા. 

Advertisment

આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક પોલીસ અધિકારી ના જણાવ્યા અનુસાર ગુનો કર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોળીબાર એટલાંટાથી 35 માઈલ દક્ષિણમાં સ્થિર હેમ્પટન શહેરમાં સવારે 10:45 વાગે થયો હતો. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે થયેલા ગોળીબારમાં 3 પુરુષ અને 1 મહિલાનું ગોળી વાગવાથી મોત નીપજયું હતું. જો કે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

Advertisment
Latest Stories