શ્રીલંકામાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ, અત્યારસુધી 4 લોકોના મોત

શ્રીલંકામાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે 4 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા ગુમ છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

New Update
pur
Advertisment
શ્રીલંકામાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે 4 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા ગુમ છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને તેજ પવનને કારણે કોલંબો એરપોર્ટ પર લેન્ડિંગ કરતી 6 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે શ્રીલંકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 75 મીમીથી વધુ વરસાદ પડ્યો છે.સતત વરસાદ હોવા છતાં ઉચ્ચ દબાણનો વિસ્તાર યથાવત છે. તેમજ દેશભરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જે ભવિષ્યમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.શ્રીલંકાની સરકારે પૂરની સ્થિતિનો સામનો કરવા અને લોકોને બહાર કાઢવા માટે આર્મી અને નેવીને તૈનાત કરી છે. સૈન્યના જવાનો પૂર પ્રભાવિત લોકોને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ આપી રહ્યા છે.
Advertisment
Latest Stories