/connect-gujarat/media/media_files/2025/04/09/WXOp8MZgBsToxABvbdXr.jpg)
બ્રિટનમાં એક મહિલાએ ટ્રાન્સપ્લાન્ટ કરેલા ગર્ભાશયથી એક બાળકીને જન્મ આપ્યો છે. બ્રિટનમાં આવું પહેલીવાર બન્યું છે. બાળકની માતા ગ્રેસ ડેવિડસન બિનકાર્યક્ષમ ગર્ભાશય સાથે જન્મી હતી. 2023માં ગ્રેસને તેની બહેનનું ગર્ભાશય આપવામાં આવ્યું. આ બ્રિટનનું પહેલું સફળ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ હતું.
બીબીસીના અહેવાલ મુજબ, આ ઓપરેશનના બે વર્ષ પછી, ફેબ્રુઆરી 2025માં 36 વર્ષીય ગ્રેસે તેના પહેલા બાળકને જન્મ આપ્યો. ગ્રેસ અને તેના પતિ એંગસ (ઉં.વ.37) એ તેમની પુત્રીનું નામ એમી રાખ્યું છે. બાળકની માતા ગ્રેસને ગર્ભાશય ડોનેટ કરનાર બહેનનું નામ પણ એમી છે.2014માં સ્વીડનમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ ગર્ભાશયમાંથી પ્રથમ બાળકનો જન્મ થયો હતો. ત્યારથી 12થી વધુ દેશોમાં 135થી વધુ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત અને તુર્કીનો સમાવેશ થાય છે. લગભગ 65 બાળકોનો જન્મ થયો છે.