/connect-gujarat/media/media_files/HwEHdbkdHgaaBx66Tp2W.jpg)
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ચોંકાવનારું પગલું ભર્યું છે અને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું છે. CNNના અહેવાલ મુજબ, તેમણે યુરોપિયન સંસદની ચૂંટણીમાં પાર્ટીની મોટી હાર જોયા બાદ આ નિર્ણય લીધો છે. એક્ઝિટ પોલ્સ અનુસાર, રવિવારે યોજાયેલી યુરોપિયન સંસદીય ચૂંટણીમાં મેક્રોનની રિનેસાં પાર્ટી મરીન લે પેનની દક્ષિણપંથી પાર્ટી નેશનલ રેલી સામે હારી રહી છે.એક્ઝિટ પોલના અંદાજ મુજબ, નેશનલ રેલીને 31.50% વોટ મળી રહ્યા છે જ્યારે રિનેસાં પાર્ટીને માત્ર 15.20% વોટ મળી રહ્યા છે. સોશિયાલિસ્ટ પાર્ટી 14.3% મતો સાથે ત્રીજા સ્થાને રહી શકે છે. ફ્રાન્સમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 30 જૂન અને 7 જુલાઈએ મતદાન થશે. એક્ઝિટ પોલ બહાર આવ્યા પછી, નેશનલ રેલીના નેતા જોર્ડન બાર્ડેલાએ મેક્રોનને સંસદ ભંગ કરવાની હાકલ કરી હતી.એક્ઝિટ પોલ આવ્યાના થોડા કલાકો બાદ જ મેક્રોને રાષ્ટ્રીય સંબોધનમાં સંસદ ભંગ કરવાની જાહેરાત કરી હતી. "આ પરિણામો સરકાર માટે વિનાશક છે, હું તેને અવગણી શકતો નથી. મેં સંસદ ભંગ કરી દીધી છે. હવે તમારી પાસે તમારું રાજકીય ભવિષ્ય પસંદ કરવાનો વિકલ્પ છે. મને ખાતરી છે કે તમે સાચો નિર્ણય લેશો.”