/connect-gujarat/media/media_files/2026/01/04/scs-2026-01-04-09-23-07.jpg)
અમેરિકાના સૈન્યએ વેનેઝુએલા પર હુમલો કરીને સત્તા પલટ કરી દીધી છે. રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીને ધરપકડ કરીને અમેરિકા લઈ જવાયા છે અને વેનેઝુએલાની હાલત જોઈને ભારત સરકારે શનિવારે રાત્રે પોતાના વિદેશ મંત્રાલયે ભારતીયોને વેનેઝુએલાની બિનજરૂરી મુસાફરી ટાળવા અને ત્યાં હાજર નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા જણાવ્યું છે.
હાલ વેનેઝુએલામાં સ્થિતિ ખૂબ ખરાબ છે. અમેરિકાનું સૈન્ય હુમલો કરી રહ્યું છે. અને ત્યાંનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકન સેનાએ ધરપકડ કરી લીધી છે માટે વેનેઝુએલામાં રહેતા ભારતીયો સતર્ક રહે. અને કોઈપણ આપાતવાળી સ્થિતિમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે. વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને વેનેઝુએલાની તમામ બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સખત સલાહ આપવામાં આવે છે. જે ભારતીયો કોઈપણ કારણોસર વેનેઝુએલામાં છે તેમને અત્યંત સાવચેતી રાખવા, પોતાની ગતિવિધિઓને મર્યાદિત કરવા અને કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.