હમાસે 50 દિવસના યુદ્ધવિરામના બદલામાં પાંચ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા સંમતિ આપી

પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે 50 દિવસના યુદ્ધવિરામના બદલામાં પાંચ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા સંમતિ આપી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ

New Update
iran
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે 50 દિવસના યુદ્ધવિરામના બદલામાં પાંચ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા સંમતિ આપી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, હમાસના વડા ખલીલ અલ-હય્યાએ કહ્યું કે તેઓ ઈદના દિવસે 5 બંધકોને મુક્ત કરી શકે છે.હમાસને બે દિવસ પહેલા ઇજિપ્ત અને કતાર તરફથી આ પ્રસ્તાવ મળ્યો હતો.

હમાસે એક ઇઝરાયલી બંધકનો વીડિયો પણ બહાર પાડ્યો છે જેમાં તે પોતાની મુક્તિ માટે અપીલ કરી રહ્યો છે.
બીજી તરફ, ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે જો હમાસના નેતાઓ આત્મસમર્પણ કરે તો તેમને ગાઝા છોડી દેવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ, ઇઝરાયલે હમાસના પ્રસ્તાવના જવાબમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.બંને પક્ષો વચ્ચે 19 જાન્યુઆરીએ કતારમાં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતા, પરંતુ ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલા બાદ 18 માર્ચે તે સમાપ્ત થઈ ગયો.
Advertisment
Advertisment
Latest Stories