સોમાલીયામાં થયો જોરદારનો બોમ્બ ધડાકો, હુમલામાં 18 લોકોના મોત, 40 ધાયલ...

પ્રચંડ વિસ્ફોટમાં અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે હજુ ગહના લોકો દબાયા હોવાની આશંકા છે.

New Update
સોમાલીયામાં થયો જોરદારનો બોમ્બ ધડાકો, હુમલામાં 18 લોકોના મોત, 40 ધાયલ...

સોમાલિયા આજે બોમ્બ બ્લાસ્ટ થવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત નિપજ્યાં જ્યારે 40 થી વધુ લોકો ધાયલ ધાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટ સોમાલિયાના બેલેડવેઇન શહેરમાં થયો હતો. સુરક્ષા ચેકપોસ્ટ પાસે વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ત્યાં આજુ બાજુના રહેલા વાહનોના ટુકડા થઈ ગયા હતા.

આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે. આમાંથી મોટા ભાગના લોકો આસપાસના જ છે. આ પ્રચંડ વિસ્ફોટમાં અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે હજુ ગહના લોકો દબાયા હોવાની આશંકા છે. આ હુમલાને આતંકવાદી હુમલો ગણવામાં આવી રહયો છે. લગભગ 5-6 દિવસ પહેલા અબ શબાબના આતંકીઓએ સોમાલિયામાં મોટો આતંકી હુમલો કર્યો હતો. જેમાં 167 જવાનો શહિદ થયા હતા. આ સિવાય ઘણા સૈન્ય ઉપકરણો પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.   

Latest Stories