/connect-gujarat/media/post_banners/92ae1eaaeab155a5aa865ee397db0c967d21b4d0260d9cf9b15fecee08151bec.webp)
ઈરાનમાં શુક્રવારે એક રિહેબિલિટેશન સેન્ટરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 32 લોકોનાં મોત થયા હતા. 16 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈરાની મીડિયા અનુસાર, લેંગરુદ શહેરમાં અફીણના પુનર્વસન કેમ્પમાં આગ લાગી હતી. તેમાં 40 લોકોને સમાવવાની ક્ષમતા છે. આ મામલે પોલીસે સેન્ટર મેનેજરની અટકાયત કરી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શુક્રવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગ અને કાળા ધુમાડા દેખાઈ રહ્યા છે.
ઈરાન સરકાર લોકોને નશાની લતમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે ઘણા પગલાં લેતી રહે છે. બીજી તરફ અહીં ડ્રગ્સને લઈને ખૂબ જ કડક નિયમો છે. એનજીઓ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂન સુધી ડ્રગ સંબંધિત ગુનાઓમાં દોષિત ઠર્યા બાદ 173 લોકોને ફાંસી આપવામાં આવી છે. જ્યારે 2022માં 582 લોકોને ફાંસી આપવામાં આવી હતી. તેમાંથી 44% ડ્રગ હેરફેર સંબંધિત ગુનાઓમાં દોષિત હતા.