નેપાળમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બુધવારે એક હેલિકોપ્ટર તૂટી પડતા ચાર ચાઇનીઝ નાગરિક તથા એક નેપાળી નાગરિકનાં મોત થયાંં હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ખાનગી એરલાઇન એર ડાયનેસ્ટીની માલિકીનું હતું.ઘટના કાઠમંડુથી 30 કિમીના અંતરે આવેલા નુવાકોટ જિલ્લાના શિવપુરી નેશનલ પાર્ક વિસ્તારમાં બની હતી.
હેલિકોપ્ટર બપોરે 1.54 વાગ્યે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી રવાના થયું હતું. ઉડાન શરૂ કર્યાના ત્રણ મિનિટ પછી હેલિકોપ્ટરે સંપર્ક ગુમાવ્યો હતો.આશરે 2 વાગ્યે હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. હાલમાં જ કાઠમંડુ એરપોર્ટ પર સૂર્યા એરલાઇનનું વિમાન તૂટી પડતા 18ના મોત થયા હતા. આ સિઝનમાં ખરાબ હવામાનને કારણે અકસ્માતની આશંકા વધી જાય છે.