લેબનનમાં ઇઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાહે સીઝફાયરની માગ કરી !

લેબનનમાં ઇઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાહે સીઝફાયરની માગ કરી છે. CNNના અહેવાલ મુજબ, આ સંગઠને પહેલીવાર જાહેરમાં સીઝફાયરનું સમર્થન કર્યું છે

bu
New Update

લેબનનમાં ઇઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાહે સીઝફાયરની માગ કરી છે. CNNના અહેવાલ મુજબ, આ સંગઠને પહેલીવાર જાહેરમાં સીઝફાયરનું સમર્થન કર્યું છે અને ગાઝામાં યુદ્ધ રોકવાની કોઈ શરત રાખી નથી.હમાસને ટેકો આપતા હિઝબુલ્લાહે ગયા વર્ષે 8 ઓક્ટોબરે ઈઝરાયલ પર હવાઈહુમલા કર્યા હતા.

હિઝબુલ્લાહના નાયબ ચીફ નઈમ કાસિમે મંગળવારે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર ભાષણ આપ્યું હતું.કાસેમે કહ્યું હતું કે હિઝબુલ્લાહ લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી દ્વારા યુદ્ધવિરામ માટેના પ્રયાસોને સમર્થન આપે છે. એકવાર યુદ્ધવિરામ થશે પછી અન્ય બાબતો પર ચર્ચા થશે. હિઝબુલ્લાહે અગાઉ કહ્યું હતું કે તે ગાઝામાં યુદ્ધવિરામ થશે ત્યારે જ ઈઝરાયલ પર હુમલા બંધ કરશે.

Here are a few more articles:
Read the Next Article