હિઝબુલ્લાહે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મારવાનો કર્યો પ્રયાસ,ઘર ઓર ડ્રોન હુમલો કરાયો

હિઝબુલ્લાહે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના હોમ ટાઉન સિસેરિયામાં ડ્રોન હુમલો કર્યો. PMOએ હુમલાની પુષ્ટિ કરી છે. ડ્રોન હુમલામાં PM નેતન્યાહૂનું અંગત નિવાસસ્થાન નિશાન

New Update
israis

હિઝબુલ્લાહે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના હોમ ટાઉન સિસેરિયામાં ડ્રોન હુમલો કર્યો. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ PMOએ હુમલાની પુષ્ટિ કરી છે.PMOએ કહ્યું કે આ ડ્રોન હુમલામાં PM નેતન્યાહૂનું અંગત નિવાસસ્થાન નિશાન હતું.

હુમલા સમયે નેતન્યાહુ અને તેમની પત્ની સારા ઘરે નહોતા. ડ્રોન સિસેરિયામાં એક બિલ્ડિંગ પર પડ્યું હતું. કોઈ જાનહાનિ થઈ નથી.આ અંગે નેતન્યાહુએ કહ્યું કે, 'મને મારવાની કોશિશ કરવા માટે મારા અને મારી પત્ની પર હુમલો કરીને હિઝબુલ્લાહે મોટી ભૂલ કરી છે.'ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું હતું કે શનિવારે લેબનનથી ઇઝરાયલ પર ત્રણ ડ્રોન છોડવામાં આવ્યા હતા. ઇઝરાયલી ફોર્સે 2 ડ્રોન તોડી પાડ્યા. હુમલા બાદ ગિલોટ મિલિટરી બેઝ પર એલાર્મ વાગવા લાગ્યું.IDFએ સ્વીકાર્યું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ હુમલાને રોકવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે તેઓ ડ્રોન ઘૂસણખોરીની તપાસ કરી રહ્યા છે.

Latest Stories