/connect-gujarat/media/media_files/2025/04/03/HpneYA7lPAdI3XAUHk38.jpg)
ફિલ્મ 'બેટમેન ફોરેવર' (1995)માં બેટમેનની ભૂમિકા ભજવનાર હોલિવૂડ એક્ટર વૅલ કિલ્મરનું 65 ​​વર્ષની વયે નિધન થયું છે.
એક્ટરે 1 એપ્રિલના રોજ લોસ એન્જલસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તે ગળાના કેન્સરમાંથી સાજા થયા હતા. વૅલ કિલ્મરની પુત્રી મર્સિડીઝ કિલ્મરે પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.જાન્યુઆરી 2015માં, વૅલને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. થોડા દિવસો પછી ખબર પડી કે એક્ટર ગળાના કેન્સરથી પીડિત હતા. 2017માં, તેમની સ્થિતિ નાજુક બનવાને કારણે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમણે પોતાનો અવાજ ગુમાવવાનું શરૂ કર્યું. સર્જરી દ્વારા તેમના ગળામાં ઇલેક્ટ્રિક વોઇસ બોક્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. તેમને સતત કીમોથેરાપી પણ આપવામાં આવી હતી.વર્ષ 2020માં, એક્ટર વૅલ કિલ્મર કેન્સર ફ્રી થયા હતા. જોકે, તેમની તબિયત વધુ ખરાબ થવાને કારણે તેમને ખાવામાં તકલીફ પડી રહી હતી. આવી સ્થિતિમાં, તેમને ફીડિંગ ટ્યૂબ દ્વારા ખાવાનું આપવામાં આવતું.