Connect Gujarat
દુનિયા

સીરિયામાં સૈન્ય એકેડમી પર થયો ભયાનક ડ્રોન હુમલો, 100થી વધુનાં મોત..

સીરિયામાં સૈન્ય એકેડમી પર થયો ભયાનક ડ્રોન હુમલો, 100થી વધુનાં મોત..
X

સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલ મળ્યાં છે. માહિતી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં આવેલી સૈન્ય કોલેજમાં કરાયો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે અહીં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતી. ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં 100 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે.

આ ડ્રોન હુમલામાં ડઝનેક લોકો ઘવાયા પણ હતા. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર સીરિયાના સંરક્ષણમંત્રીના ગ્રેજ્યુએશન સેરેમનીથી રવાના થયાની અમુક જ મિનીટો બાદ હથિયારધારી ડ્રોને આ જગ્યાએ બોમ્બમારો કરીદીધો હતો. નિવેદનમાં કોઈ સંગઠનનો ઉલ્લેખ નથી કરાયો અને કોઈપણ સમૂહે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સીરિયાના સૈન્યએ આ હુમલા માટે જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા છે. જોકે આ હુમલા અંગે અત્યાર સુધી કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. યુદ્ધ સામે ઝઝૂમી રહેલા સીરિયામાં આ એક મોટો ડ્રોન હુમલો હતો.

Next Story