‘હ્યુમન મેટાન્યૂમો’ વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂ, ચીનના વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી

‘હ્યુમન મેટાન્યૂમો’ વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

New Update
સચોળ cloed
Advertisment

‘હ્યુમન મેટાન્યૂમો’ વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529 ટકાનો વધારો થયો છે. બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાયરસના કારણે હલચલ મચી ગઈ છે. એન્ટિવાયરલ દવાઓની ભારે અછત છે. એન્ટિવાયરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે એન્ટિવાયરલ દવાઓ 41 ડોલરમાં વેચાઈ રહી છે. વાયરસના વધતા જતા કેસોને કારણે WHO પણ ટેન્શન વધી ગયું છે. તેણે ચીન પાસેથી HMPV વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. ચીન હજુ પણ HMPV કેસોની માહિતી છૂપાવી રહ્યું છે.

Advertisment

HMP વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, મલેશિયા, જાપાન, કઝાકિસ્તાનમાં કેસ વધી રહ્યા છે. બ્રિટનમાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનના આ નવા વાયરસને કારણે સમગ્ર સ્પેનમાં અરાજકતા છે. સ્પેનની હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્પેનના એલીકેન્ટમાં 'ઈન્ફ્લુએન્ઝા A'ના 600થી વધુ કેસ મળી આવ્યા છે.

Latest Stories