ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો એલોન મસ્કને પોતાના સલાહકાર બનાવશે !

દુનિયા | Featured | સમાચાર , ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેસ્લા ચીફ ઈલોન મસ્કને સલાહકાર બનાવવા માટે તૈયાર,નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર

New Update
us

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેસ્લા ચીફ ઈલોન મસ્કને સલાહકાર બનાવવા માટે તૈયાર છે. આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે.ન્યૂઝ એજન્સી રોઈટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો શું તેઓ મસ્કને સલાહકાર અથવા કેબિનેટ પદ આપશે? જેના જવાબમાં ટ્રમ્પે 'હા'માં જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે મસ્ક ખૂબ જ સ્માર્ટ છે. જો તેઓ ઇચ્છે તો આમ કરવામાં આવશે.ટ્રમ્પના આ ઈન્ટરવ્યુ બાદ મસ્કની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તે સેવા કરવા માટે તૈયાર છે. તેમણે પોસ્ટમાં AI તસવીર પણ મૂકી છે. આમાં, તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએંસી (DOGE) શબ્દો સાથે એક પોડિયમની સામે ઉભેલા બતાવવામાં આવ્યા છે. આમાં, DOGE ટૂંકા સ્વરૂપમાં લખાયેલું છે.

DOGE એ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ડોઝકોઈનનું શોર્ટફોર્મ પણ છે. આ એક ક્રિપ્ટોકરન્સી છે. મસ્ક લાંબા સમયથી સોશિયલ મીડિયા પર તેમનો પ્રચાર કરી રહ્યો છે. ડોઝકોઈન 2013માં સોફ્ટવેર એન્જિનિયર્સ બિલી માર્કસ અને જેક્સન પામર દ્વારા મજાક તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. આ એક મીમ પર આધારિત છે.

Latest Stories