Connect Gujarat
દુનિયા

US રાષ્ટ્રપતિ ઉમેદવારની ચૂંટણી, ભારતીય મૂળના નિક્કી 12 રાજ્યોમાં હાર્યા

રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી

US રાષ્ટ્રપતિ ઉમેદવારની ચૂંટણી, ભારતીય મૂળના નિક્કી 12 રાજ્યોમાં હાર્યા
X

અમેરિકામાં રાષ્ટ્રપતિ કેન્ડિડેટની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણી પ્રોસેસમાં એક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે- સુપર ટ્યૂસડે. જેમાં આજે 15 રાજ્યોમાં વોટિંગ થયું.ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યોમાં જીત મેળવીને ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવી છે.

ત્યાં જ, ડેમોક્રેટિક પાર્ટીથી બાઈડન 15 રાજ્યોમાં જીત્યા છે.બાઈડન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ શકે છે. કારણ કે હવે યોજાયેલી ચૂંટણીમાં તેમને ડેમોક્રેટ પાર્ટી તરફથી કોઈ પડકાર જોવા મળ્યો નથી. જોકે, બાઈડનના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. જોકે, આજે તેમના કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે.

Next Story