અમેરિકામા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો,4.7 કરોડ ઇમિગ્રન્ટ્સ !

અમેરિકાની 33.3 કરોડની વસ્તીમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રવાસીઓની સંખ્યા 2023માં રેકોર્ડ 4.78 કરોડ સુધી પહોંચી

america
New Update

અમેરિકાની 33.3 કરોડની વસ્તીમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રવાસીઓની સંખ્યા 2023માં રેકોર્ડ 4.78 કરોડ સુધી પહોંચી હતી, જે 2022ની તુલનામાં 16 લાખ વધુ છે. જે USમાં 2000 બાદ સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ છે.અમેરિકામાં 1970માં પઇમિગ્રન્ટ્સની સંખ્યા અમેરિકાની કુલ વસ્તીના માત્ર 4.7% હતી, જે આજથી લગભગ 3 ગણી ઓછી હતી.

પરંતુ, બાદમાં અમેરિકન કોંગ્રેસ દ્વારા અમેરિકન ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારને કારણે પ્રવાસી લોકોની સંખ્યા તેજીથી વધી છે. જે હવે 2023માં અમેરિકનોની કુલ વસ્તીના 14.3% થઇ ચૂકી છે એટલે કે અમેરિકામાં રહેતા 100 લોકોમાંથી 14 પ્રવાસી છે.ઇમિગ્રન્ટ્સની સંખ્યા 1910 બાદ સર્વાધિક છે. અમેરિકાની વસ્તીમાં પ્રવાસીઓનો સર્વાધિક હિસ્સો 1890માં 17.8% હતો. પ્યૂ રિસર્ચ સેન્ટરે અમેરિકન કમ્યુનિટી સરવે-2023ની વસ્તીગણતરીના આંકડાઓના વિશ્લેષણના આધાર પર આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

#America
Here are a few more articles:
Read the Next Article