/connect-gujarat/media/media_files/2025/05/14/Cx97CnT4kVg7zhd3fJ82.jpg)
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફરીથી ચૂંટાયેલી લિબરલ સરકારે આ નિર્ણય લીધો હતો.
મંગળવારે ગીતા પર હાથ રાખીને અનિતા આનંદે નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી બાબતોના પડકારોનો સામનો કરી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોના સ્થાને આવેલા અને ગયા મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ મેલાની જોલીના સ્થાને અનિતા આનંદને વિદેશ પ્રધાન બનાવ્યા હતા. મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. અનિતા આનંદે અગાઉ સંરક્ષણ પ્રધાન સહિત અનેક ભૂમિકાઓ સંભાળી છે.ફાંસ્વા ફિલિપ શેમ્પેન નાણામંત્રી તરીકે યથાવત રહેશે જ્યારે ડોમિનિક લેબ્લાંક કેનેડા અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વૉર વચ્ચે વેપાર મંત્રી યથાવત રહેશે. કાર્નીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પ્રત્યે દર્શાવવામાં આવેલા આક્રમણનો સામનો કરવાનું વચન આપીને વડાપ્રધાન પદ જીત્યું હતું.