/connect-gujarat/media/media_files/2025/03/31/Gk3DVUFZdBpoA1ju6231.jpg)
સીરિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના બળવાના ચાર મહિના પછી એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાના રાષ્ટ્રપતિ અલ જુલાનીએ સરકારમાં 23 મંત્રીઓની નિમણૂક કરી છે. જુલાનીએ શનિવારે મોડી રાત્રે આ જાહેરાત કરી.મંત્રીમંડળમાં એક ખ્રિસ્તી મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુપ્તચર વિભાગના વડા અનસ ખત્તાબને દેશના નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારમાં વડાપ્રધાનનું કોઈ પદ નથી. તેમના સ્થાને, પ્રમુખ જુલાની એક સેક્રેટરી જનરલની નિમણૂક કરશે.આ કાર્યવાહક સરકાર આગામી પાંચ વર્ષ સુધી સત્તામાં રહેશે. આ સમયગાળા દરમિયાન કાયમી બંધારણ અપનાવવામાં આવશે અને ચૂંટણીઓ યોજાશે.