ઇઝરાયેલે બેરૂત એરપોર્ટ પર કર્યો બૉમ્બમારો, 2 દિવસમાં 100 લોકોમાં મોત !

ઇઝરાયલે બુધવારે લેબનનની રાજધાની બેરૂતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ સિવાય બેરૂત અને બેકા ઘાટીના અલગ-અલગ ભાગોમાં પણ હવાઈ હુમલા

New Update
એરપોર્ટ
Advertisment

ઇઝરાયલે બુધવારે લેબનનની રાજધાની બેરૂતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ સિવાય બેરૂત અને બેકા ઘાટીના અલગ-અલગ ભાગોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોને ખાલી કરવા માટે કહ્યું હતું. IDF એ દાવો કર્યો હતો કે બેરૂતમાં હુમલા દરમિયાન હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર અને હથિયારોના ડેપોને નિશાન બનાવ્યા હતા.આ પહેલા મંગળવારે મોડી રાત્રે પણ ઇઝરાયલે લેબનનના બરજા શહેરમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં લગભગ 30 લોકો માર્યા ગયા હતા. IDF એ હુમલા પહેલા કોઈ ચેતવણી પણ આપી ન હતી.બીજી તરફ ગાઝામાં પણ ઈઝરાયલની સેના બેત લાહિયા પહોંચી ગઈ છે. અત્યાર સુધી IDF ત્યાં માત્ર બોમ્બ વિસ્ફોટ કરતું હતું. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓ ફરી એકવાર આ વિસ્તારમાં ભેગા થવા લાગ્યા છે.

Latest Stories