New Update
/connect-gujarat/media/media_files/2025/11/20/scscss-2025-11-20-09-17-28.jpg)
ઇઝરાયલના હવાઈ હુમલાથી ગાઝા–લેબનોનમાં ભારે જાનહાનિ થયાના સમાચાર છે. અને આ હુમલાને પગલે બંને દેશો વચ્ચે થયેલ યુદ્ધ વિરામ કરાર પણ જોખમમાં છે.
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં કુલ 27 લોકોના મોત થયાની માહિતી મળી છે. આ હુમલો હમાસ-નિયંત્રિત વિસ્તારોમાં થયો હતો. ગયા મહિને અમલમાં આવેલા યુદ્ધવિરામ કરારને આ હુમલાને કારણે ગંભીર જોખમ ઊભું થયું છે. ઇઝરાયલી સૈન્યે સત્તાવાર રીતે જણાવ્યું છે કે તે હમાસના લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું છે. કારણ કે દક્ષિણ ગાઝા તરફ સૈન્ય અભિયાન ચાલી રહ્યું હોય તે વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હમાસની નાગરિક સંરક્ષણ એજન્સીના જણાવ્યા પ્રમાણે ગાઝા શહેરના ઉત્તર ભાગમાં 12 લોકો અને દક્ષિણના ખાન યુનિસ વિસ્તારમાં 10 લોકો માર્યા ગયા હતા. બોમ્બવર્ષાને કારણે રહેણાંક વિસ્તારોનું ભારે નુકસાન થયું છે.
Latest Stories