ઇઝરાયલે મધ્ય ગાઝામાં સંકુલની અંદર એક ઇમારત પર બે મિસાઇલોથી કર્યો હુમલો

ઇઝરાયલે મધ્ય ગાઝામાં હવાઈ હુમલા કર્યા. સ્થાનિક હોસ્પિટલ પર પણ હુમલો થયો. અલ-અહલી અરબ બાપ્ટિસ્ટ હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા અનુસાર, સંકુલની અંદર એક ઇમારત પર બે મિસાઇલોથી હુમલો કર્યો.

New Update
isrel

ઇઝરાયલે મધ્ય ગાઝામાં હવાઈ હુમલા કર્યા. સ્થાનિક હોસ્પિટલ પર પણ હુમલો થયો. અલ-અહલી અરબ બાપ્ટિસ્ટ હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા અનુસાર, સંકુલની અંદર એક ઇમારત પર બે મિસાઇલોથી હુમલો કર્યો.

આ હુમલામાં ઇમર્જન્સી અને રિસેપ્શન વિભાગ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.આ હુમલામાં નજીકની ઇમારતોને પણ નુકસાન થયું હતું. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાના થોડા સમય પહેલાં એક ફોન કોલ આવ્યો હતો. આમાં તેમને તાત્કાલિક ઇમારત ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. હુમલો તરત જ થયો.

આ હુમલા અંગે ઇઝરાયલી સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અગાઉ, ઇઝરાયલે દાવો કર્યો હતો કે આ વિસ્તારમાંથી તેના પર રોકેટ છોડવામાં આવ્યા હતા.ઇઝરાયલી સૈન્યએ રાફાને ગાઝાના બાકીના ભાગોનું સંપર્ક કાપી નાખ્યો છે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)એ મોરાગ કોરિડોર પર કબજો કરી લીધો હતો, જેનાથી રાફા ગાઝા પટ્ટીથી અલગ થઈ ગયું હતું. મોરાગ કોરિડોર એ દક્ષિણ ગાઝામાં એક માર્ગ છે જે તેને ગાઝા પટ્ટીથી અલગ કરે છે.
Advertisment
Advertisment
Latest Stories