ઇઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં ફાઇટર જેટ દ્વારા કર્યો હુમલો, 32 લોકોના મોત

હમાસ સામેના યુદ્ધની વચ્ચે ઈઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં 76 વર્ષીય નુસીરાત રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો. આ દરમિયાન એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી. ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં 32 લોકોના મોત થયા છે.

New Update
 Gaza

હમાસ સામેના યુદ્ધની વચ્ચે ઈઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં 76 વર્ષીય નુસીરાત રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો. આ દરમિયાન એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી. ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં 32 લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. 

જ્યારે હમાસના અલ-અક્સા મીડિયાએ જણાવ્યું કે હુમલામાં 39 લોકોએ જીવ ગુમાવ્યા. ઇઝરાયલના સંરક્ષણ દળ IDFએ આ હુમલાની પુષ્ટિ કરી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસના નુખ્બા ફોર્સના લડવૈયાઓએ આ UNRWA શાળામાં આશ્રય લીધો હતો. ઈઝરાયલે તેને હવાઈ હુમલામાં નિશાન બનાવ્યો હતો.હકીકતમાં, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી, 1 મિલિયનથી વધુ લોકો બેઘર બની ગયા છે. તેઓએ ગાઝામાં વિવિધ સ્થળોએ શાળાઓ અને હોસ્પિટલોમાં આશ્રય લીધો છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, રેફ્યુજી કેમ્પ ગાઝા પટ્ટીની મધ્યમાં સ્થિત છે. 1948માં ઇઝરાયલની સ્થાપના પછી, લાખો પેલેસ્ટિનિયનોને બેઘર કરવામાં આવ્યા હતા. તેમને આશ્રય આપવા માટે નુસીરત કેમ્પ બનાવવામાં આવ્યો હતો.

Latest Stories