ઇઝરાયલી દળોએ 24 કલાકની અંદર ગાઝામાં હમાસના 200 ટાર્ગેટ પર કર્યો હુમલો, 166 લોકોના મોત

New Update
ઇઝરાયલી દળોએ 24 કલાકની અંદર ગાઝામાં હમાસના 200 ટાર્ગેટ પર કર્યો હુમલો, 166 લોકોના મોત

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરમિયાન, ઇઝરાયલી દળોએ 24 કલાકની અંદર ગાઝામાં હમાસના 200 ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં પેલેસ્ટાઈનના 166 લોકો માર્યા ગયા છે. ઈઝરાયલી સેનાએ રવિવારે માહિતી આપી હતી કે હુમલા દરમિયાન હમાસના ઠેકાણાઓની પણ તપાસ કરવામાં આવી હતી. સૈનિકોએ હમાસના ઠેકાણાઓ પરથી મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

દરમિયાન ગાઝાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 166 પેલેસ્ટાઇનિઓના મોત થયા છે 384 ઘાયલ થયા હતા. તેણે એવો પણ દાવો કર્યો છે કે યુદ્ધ દરમિયાન 14 ઈઝરાયલ સૈનિકો પણ માર્યા ગયા હતા.

Latest Stories