ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ગાઝામાં વિનાશ મચાવ્યો, પ્રત્યક્ષદર્શીઓએ પરિસ્થિતિ વર્ણવી
એક તરફ જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે, ત્યારે બીજી તરફ ઈઝરાયલી સેનાએ ગાઝામાં વિનાશ મચાવ્યો છે. મંગળવારે વહેલી સવારે મધ્ય ગાઝામાં સહાય ટ્રકની રાહ જોઈ રહેલા સેંકડો લોકો પર ઈઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો.