ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે રક્ષામંત્રી યોવ ગેલેંટને બરતરફ કર્યા હતા. નેતન્યાહુએ કહ્યું કે તેમની વચ્ચે વિશ્વાસનો અભાવ છે, જે યુદ્ધના સમયે સારું નથી. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રી કાત્ઝ રક્ષા મંત્રીનું પદ સંભાળશે.તેમજ, ગિદિયન સાર હવે ઇઝરાયલના વિદેશમંત્રી હશે. મંગળવારે રાત્રે 8 વાગ્યે નેતન્યાહુની ઓફિસમાંથી ગેલેંટને એક પત્ર સોંપવામાં આવ્યો હતો. જેમાં નેતન્યાહુએ લખ્યું હતું કે પત્ર મળ્યાના 48 કલાક બાદ તેમનો કાર્યકાળ પુર્ણ થઈ જશે.
રક્ષામંત્રી તરીકેની સેવા બદલ હું તમારો આભાર માનું છું.આ પછી નેતન્યાહૂએ એક વીડિયો સંદેશ દ્વારા યોવ ગેલેંટને પદ પરથી હટાવવાની જાણકારી આપી હતી. નેતન્યાહુએ કહ્યું, "યુદ્ધની શરૂઆતમાં અમારી વચ્ચે વિશ્વાસ હતો, અમે સાથે મળીને ઘણું કામ કર્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં અમારી વચ્ચેનો વિશ્વાસ રહ્યો નહોતો. અમે યુદ્ધના ઘણા પાસાઓ પર એકબીજા સાથે સહમત નહોતા. ગેલેંટે ઘણી વખત એવા નિર્ણયો અને નિવેદનો આપી ચૂક્યા છે જેમાં કેબિનેટની સંમતિ ન હતી.