કેરેબિયનમાં 10 લાખથી વધુ લોકો હરિકેન બેરીલથી પ્રભાવિત

હરિકેન બેરીલ કેરેબિયનમાં વિનાશ વેર્યો, 1 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત; અત્યાર સુધીમાં 11ના મોત. જમૈકા અને કેરેબિયનમાં હરિકેન બેરીલે તબાહી મચાવી છે.

New Update
વિનાશ

કેરેબિયનમાં 10 લાખથી વધુ લોકો હરિકેન બેરીલથી પ્રભાવિત થયા છે. હરિકેન બેરીલ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 11 લોકોના જીવ લઈ ચૂક્યું છે.

 તેણે સોમવારે ગ્રેનાડા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સમાં વ્યાપક વિનાશ સર્જ્યો હતો. બુધવારે, જમૈકામાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.જમૈકા અને કેરેબિયનમાં હરિકેન બેરીલે તબાહી મચાવી છે.

 આ શક્તિશાળી તોફાનના કારણે અનેક લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સહાય કાર્યકર્તાઓ રાહત કાર્યમાં રોકાયેલા છે અને લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

 દરમિયાન, યુએનએ કહ્યું કે કેરેબિયન પ્રદેશમાં હરિકેન બેરીલથી 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.શુક્રવારે જણાવ્યું હતું કે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સમાં લગભગ 40,000 લોકો, ગ્રેનાડામાં 110,000 થી વધુ અને જમૈકામાં 920,000 લોકો પ્રભાવિત થયા છે. કેટેગરી 4 તોફાન બેરીલને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે.

Latest Stories