કીર સ્ટારમર બ્રિટનના 58મા PM બન્યા,એન્જેલા રેનર ડેપ્યુટી પીએમ

દુનિયા | સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું. લેબર પાર્ટીના 61 વર્ષીય કીર સ્ટારમર દેશના 58મા વડાપ્રધાન બન્યા

New Update
PM
5 જુલાઈ, શુક્રવારે બ્રિટનમાં સત્તા પરિવર્તન થયું હતું. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી 14 વર્ષ પછી લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ. થોડા કલાકો બાદ ભારતીય મૂળના ઋષિ સુનકે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લેબર પાર્ટીના 61 વર્ષીય કીર સ્ટારમર દેશના 58મા વડાપ્રધાન બન્યા છે.
સુનકે હાર સ્વીકારી અને પાર્ટીની માફી માગી હતી. તેમણે સ્ટારમરને પણ ફોન કરીને જીત માટે અભિનંદન પાઠવ્યાં હતાં. સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને બમ્પર જીત મળી છે. પાર્ટીએ કુલ 650માંથી 412 સીટ જીતી છે. સરકાર બનાવવા માટે 326 સીટની જરૂર છે. બીજી તરફ કન્ઝર્વેટિવને 120 બેઠક મળી હતી. છેલ્લાં 200 વર્ષમાં કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી હાર છે.
Latest Stories