યુદ્ધના ભણકારા: અમેરિકા અને બ્રિટને તેમના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવાની સલાહ આપી

દુનિયા | Featured | સમાચાર, ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે વધતા તણાવને કારણે અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને લેબેનોન છોડવાની સલાહ આપી છે.

New Update
અમેરિકા
ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે વધતા તણાવને કારણે અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને લેબેનોન છોડવાની સલાહ આપી છે. શનિવારે, લેબનોનની રાજધાની બેરૂતમાં અમેરિકન દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું - અમેરિકાની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
જો કે, લેબનોન છોડવા માટે હજુ પણ વિકલ્પો છે. જે કોઈ લેબનોન છોડવા માંગે છે તે પણ ફ્લાઈટ મળે, ટિકિટ લઈને તરત જ લેબનોનથી નીકળી જાય.આ પછી બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમીએ કહ્યું - લેબનોનમાં હાજર બ્રિટિશ નાગરિકો માટે મારો સ્પષ્ટ સંદેશ છે - તાત્કાલિક લેબનોનથી નીકળી જાઓ. અમે લેબનોનમાં દૂતાવાસની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તણાવ ખૂબ વધારે છે અને પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. અમેરિકા અને બ્રિટન ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન છોડવા માટે કહ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ભારતનો પણ સમાવેશ થાય છે
Latest Stories