ઇટાલીના સિસલી આઇલેન્ડ પાસે તોફાનના કારણે બેયેસિયન નામની એક લક્ઝરી યાટ ડૂબી ગઇ હતી. 184 ફૂટ લાંબી બેયેસિયન યાટ દરિયામાં 50 મીટરની ઉંડાઈએ મળી આવી હતી.ગોતાખોરોને 5 લોકોના મૃતદેહ મળ્યા છે.
બ્રિટિશ વેબસાઈટ ધ ટેલિગ્રાફ અનુસાર જેમના મૃતદેહ મળ્યા છે તેમાં બ્રિટનના પ્રખ્યાત સોફ્ટવેર બિઝનેસમેન માઈક લિંચ અને તેમની 18 વર્ષની દીકરી હેન્નાનો સમાવેશ થાય છે.મોર્ગન સ્ટેન્લી ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જોનાથન બ્લુમર અને તેમની પત્ની પણ યાટમાં સવાર હતા. તેમના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. રાત્રી હોવાથી બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.બેયેસિયન યાટ સિસલીની રાજધાની પલેર્મોથી લગભગ 18 કિમી દૂર લંગરવામાં આવી હતી. તેના ડૂબી ગયા પછી સવાલ ઉઠી રહ્યા છે કે તે આટલી ઝડપથી કેવી રીતે ડૂબી ગઈ, જ્યારે નજીકની અન્ય યાટને કોઈ નુકસાન થયું નથી.