સ્વીડને પોતાના દેશના નાગરિકોને દેશ છોડવાની ઓફર કરી છે. સ્વીડનના ઈમિગ્રેશન મિનિસ્ટર મારિયા માલ્મર સ્ટેનગાર્ડે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સ્ટેનગાર્ડે કહ્યું કે જેમને સ્વીડિશ સંસ્કૃતિ પસંદ નથી અથવા જેમને અહીં રહેવાનું અનુકુળ આવતું નથી તેઓ સ્વીડન છોડી શકે છે.
યુરોપિયન વેબસાઈટ ધ નેશનલ્સ અનુસાર, સ્વીડનમાં હજુ પણ દેશ છોડવા માટે રૂપિયા ચૂકવવામાં આવે છે. અગાઉ આ નિયમ માત્ર વિદેશથી આવીને સ્વીડનમાં સ્થાયી થયેલા નાગરિકોને જ લાગુ પડતો હતો, પરંતુ નવી જોગવાઈ હેઠળ આ નિયમ અહીં જન્મેલા નાગરિકોને પણ લાગુ પડશે.વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ સ્વીડિશ નાગરિક દેશ છોડે છે, તો તેને 10 હજાર સ્વીડિશ ક્રોન (80 હજાર રૂપિયા) મળે છે. બાળકો જ્યારે દેશ છોડે છે ત્યારે તેમને 40 હજાર રૂપિયા મળે છે. આ સિવાય તેમને ભાડાના રૂપિયા પણ મળે છે. તેમને દેશ છોડતા પહેલા એક જ વારમાં આ રૂપિયા મળે છે.