ન બનાવીપાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ બુધવારે જણાવ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વા (KP) ના બન્નુ જિલ્લામાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 સુરક્ષા કર્મચારોઓમા મોત થયા હતા.
સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 નવેમ્બર (મંગળવારે) આતંકવાદીઓ અથવા "ખ્વારીજ" એ બન્નૂના માલી ખેલના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ચાર ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 12 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયાના અહેવાલ છે. તાજેતરના મહિનાઓમાં આ હુમલો સૌથી ઘાતક છે.