મ્યાનમારમાં લઘુમતી આદિવાસી વિદ્રોહી જૂથનો એરપોર્ટ પર કબ્જો, સૈન્ય શાસન સામે ચાલી રહી છે લડાઈ

દુનિયા | સમાચાર મ્યાનમારમાં લઘુમતી આદિવાસી વિદ્રોહી જૂથ અરાકાને સૈન્ય શાસન સામે ચાલી રહેલી લડાઈમાં એક એરપોર્ટ પર કબજો કરી લીધો છે.થંડવે એરપોર્ટ પ્રથમ સ્થાન છે

New Update
મ્યાનમારમાં લઘુમતી આદિવાસી વિદ્રોહી જૂથ અરાકાને સૈન્ય શાસન સામે ચાલી રહેલી લડાઈમાં એક એરપોર્ટ પર કબજો કરી લીધો છે.

મ્યાનમારમાં લઘુમતી આદિવાસી વિદ્રોહી જૂથ અરાકાને સૈન્ય શાસન સામે ચાલી રહેલી લડાઈમાં એક એરપોર્ટ પર કબજો કરી લીધો છે.થંડવે નામનું આ એરપોર્ટ મ્યાનમારના પશ્ચિમી પ્રાંત રખાઈનના દક્ષિણ ભાગમાં આવેલું છે. તેને મા જિન એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશના સૌથી મોટા શહેર યાંગોનથી તેનું અંતર 260 કિમી છે.મ્યાનમારમાં સૈન્ય શાસન લાદવામાં આવ્યા બાદ બળવાખોર જૂથ દ્વારા કબજે કરવામાં આવેલ થંડવે એરપોર્ટ પ્રથમ સ્થાન છે. આ એરપોર્ટ દેશના સૌથી મહત્વપૂર્ણ દરિયા કિનારે આવેલા રિસોર્ટમાં સેવા આપે છે.એરપોર્ટ પર કબજો મેળવતા અરાકાન આર્મી માટે રખાઈન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર કબજો કરવાનો માર્ગ ખુલી ગયો છે. અરાકાન આર્મીનો આ વિસ્તારના ઉત્તરીય ભાગ પર પહેલેથી જ નિયંત્રણ છે.

Latest Stories