સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલ MV Lila Norfolk જહાજને નેવીના કમાન્ડોએ ભારતીયોને છોડાવ્યા

New Update
સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલ MV Lila Norfolk જહાજને નેવીના કમાન્ડોએ ભારતીયોને છોડાવ્યા

સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલ MV Lila Norfolk જહાજમાં સવાર તમામ 15 ભારતીયોને બચાવી લેવાયા છે. આ સિવાય ભારતીય નેવીએ છ ક્રૂ મેમ્બર્સને પણ બચાવ્યા છે.

એક સંરક્ષણ અધિકારીને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો શુક્રવાર (5 જાન્યુઆરી)ના રોજ લાઇબેરિયાના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ એમવી લીલા નોરફોક પર ઉતર્યા હતા અને ઓપરેશન હાથ ધર્યું હતું. આ સિવાય નેવીનું INS ચેન્નાઈ નોરફોક જહાજની નજીક પહોંચી ગયું હતું. નૌકાદળે મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I અને લાંબા અંતરના 'પ્રિડેટર MQ9B ડ્રોન'ને એમવી લીલા નોર્ફોકને હાઇજેક કર્યા બાદ શોધવા માટે તૈનાત કર્યા હતા.

Latest Stories