New Update
/connect-gujarat/media/media_files/6RL3IHESsYo7MfpaJVn2.jpg)
ઓમાન નજીક દરિયામાં એક ઓઈલ ટેન્કર પલટી મારી ગયું હતું.આ ટેન્કરમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ મેમ્બર હતા, હાલ તમામ ક્રૂ મેમ્બર લાપતા છે. આ ઘટના 15 જુલાઈના રોજ સોમવાર બની હતી. જોકે ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રએ આ માહિતી મંગળવારના રોજ આપી હતી.
મેરીટાઇમ સેફ્ટી સેન્ટરના જણાવ્યા અનુસાર, 'પ્રેસ્ટિજ ફાલ્કન' નામનું ઓઇલ ટેન્કર દુબઇના હમરિયા પોર્ટથી રવાના થયું હતું. તેના પર કોમોરોસનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. તે યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓઇલ ટેન્કર દુકમ બંદર શહેર નજીક રાસ મદ્રકાહથી લગભગ 46 કિમી દક્ષિણ-પૂર્વમાં પલટી ગયું હતું. ક્રૂ મેમ્બર્સની શોધમાં બે દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
Latest Stories