પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 7 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે. સરકારના પ્રયાસો પછી એકબીજા સાથે લડતા બંને જાતિઓ આ માટે સંમત થયા. ખૈબર પખ્તુનખ્વા સરકારે બે સમુદાયો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે.ખૈબર પખ્તુનખ્વા સરકારના પ્રવક્તા મોહમ્મદ અલી સૈફે કહ્યું કે, સરકારે બંને સમુદાયના નેતાઓ સાથે વાત કરી છે.
જે બાદ સાત દિવસના યુદ્ધવિરામ અને મૃતદેહો અને કેદીઓ એકબીજાને પરત કરવા પર સહમતિ બની હતી.સંઘર્ષ ગયા અઠવાડિયે શરૂ થયો હતો જ્યારે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં અલીઝાઈ (શિયા) અને બાગાન (સુન્ની) જાતિઓ વચ્ચે અથડામણ થતાં પેસેન્જર વાનના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ તમામ વાહનો એક કાફલામાં પરચિનારથી ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવર જઈ રહ્યા હતા.બે સમુદાયો વચ્ચે ત્રણ દિવસથી ચાલેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 64થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો ઘાયલ થયા છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં મૃત્યુઆંક 100થી વધુ હોવાનું કહેવાય છે.