New Update
/connect-gujarat/media/media_files/2025/10/19/css-2025-10-19-09-15-32.jpg)
બ્રાઝીલના પેરનામ્બુકોમાં હાઇવે પર દોડતી મુસાફર બસ ડ્રાઇવરનો કંટ્રોલ ગુમાવતા ખડક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી ખાઈ ગઈ અને 15 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા.
બ્રાઝીલના પેરનામ્બુકો રાજ્યમાં શનિવાર, 18 ઓક્ટોબર 2025ના રોજ મોટો માર્ગ અકસ્માત બન્યો છે. હાઇવે પર દોડતી મુસાફર બસ ડ્રાઇવરનો કંટ્રોલ ગુમાવતા ખડક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી ખાઈ ગઈ અને 15 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ બસમાં કુલ 30 લોકો સવાર હતા. તેમાં 11 મહિલાઓ અને 4 પુરુષોનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઇવરને નાની ઈજાઓ પહોંચી છે અને પોલીસ દ્વારા પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માત સમયે ડ્રાઇવરે દારૂ પીધો નહોતો.પોલીસે જણાવ્યું કે બસમાં બેઠેલા ઘણા મુસાફરોએ સીટ બેલ્ટ ન પહેરી હોવાથી મોતની સંખ્યા વધી છે. અથડામણ એટલી જોરદાર હતી કે કેટલાક મુસાફરો બસની બહાર ફેંકાઈ ગયા. બચાવદળો અને સ્થાનિક વહીવટી તંત્રએ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. પેરનામ્બુકોના ગવર્નર જેરોનીમો ટેક્સેરાએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકાર પીડિત પરિવારોની સાથે છે અને ઘાયલોના ઈલાજ માટે પૂરતું સહયોગ આપવામાં આવશે.
Latest Stories