દક્ષિણ બ્રાઝિલમાં પ્રવાસીઓને આકર્ષતા શહેર ગ્રામાડોમાં રવિવાર (22 ડિસેમ્બર, 2024) ના રોજ બોર્ડમાં લોકો સાથેનું એક નાનું વિમાન ક્રેશ થયું. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે પ્લેનમાં મુસાફરી કરી રહેલા 10 લોકોના મોત થયા છે. રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 15 લોકોને શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના અકસ્માતને કારણે ધુમાડા અને આગથી પીડાતા હતા.
વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન પહેલા બિલ્ડિંગની ચીમની અને પછી ઘરના બીજા માળે અથડાયું હતું. આ પછી તે એક ફર્નિચરની દુકાન પર ટકરાયુ. અકસ્માત બાદ પ્લેનનો કાટમાળ નજીકની હોટલ સુધી પહોંચી ગયો હતો. શહેરના ગવર્નર, એડ્યુઆર્ડો લીટે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યવશ, પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે પ્લેનમાં સવાર લોકો બચી શક્યા નથી.
રિયો ગ્રાન્ડે દો સુલમાં ગ્રામાડો એ બ્રાઝિલનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આ વર્ષની શરૂઆતમાં પૂરથી શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, જેમાં ડઝનેક લોકો મૃત્યુ પામ્યા હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થયો હતો અને રાજ્યની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રીતે વિક્ષેપિત કરી હતી.