New Update
/connect-gujarat/media/media_files/7qINP7y7wtvPHJpfW68b.jpg)
G7 શિખર સંમેલનના ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલી પહોંચી ગયા છે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ઇટલી જતા પૂર્વે નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે"પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર હું 14 જૂન, 2024ના રોજ જી-7 આઉટરીચ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટાલીમાં અપુલિયા પ્રદેશની યાત્રા કરી રહ્યો છું.
મને ખુશી છે કે જી-7 સમિટ માટે સતત ત્રીજી ટર્મમાં મારી પ્રથમ મુલાકાત ઇટાલીની છે. હું વર્ષ 2021માં જી-20 શિખર સંમેલન માટે ઇટાલીની મારી મુલાકાતને યાદ કરું છું. પ્રધાનમંત્રી મેરલોનીએ ગયા વર્ષે ભારતની બે મુલાકાતો લીધી હતી, જે આપણા દ્વિપક્ષીય કાર્યસૂચિમાં ગતિ અને ઊંડાણ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા કટિબદ્ધ છીએ.