G-20 સમિટમાં PM મોદીની ઓસ્ટ્રેલિયન PM એન્થની અલ્બેનીઝ સાથે કરી મુલાકાત

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 લીડર્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી.

New Update
deccanherald_2025-11-21_m6vf3lra_file83d0v41l375eftt9gkw

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 લીડર્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી. બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ વર્ષોમાં મજબૂત બનેલી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

શુક્રવારના રોજ PM મોદી દક્ષિણ આફ્રિકા પહોંચી ઓસ્ટ્રેલિયન PM અલ્બેનીઝને મળ્યા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે, આ વર્ષે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યૂહાત્મક ભાગીદારીના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આપણા સંબંધોમાં પરિવર્તનકારી પ્રગતિ થઈ છે. આજે અમારી બેઠક ખૂબ જ ઉપયોગી રહી. બંને દેશો વચ્ચે વધતા સહકારને લઈને PM એ ખાસ સંતોષ વ્યક્ત કર્યો. 

ચર્ચાના મુખ્ય મુદ્દા

  • સંરક્ષણ અને સુરક્ષા સબંધો : બંને દેશો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે વર્ષોથી સહકાર વધારી રહ્યા છે. રક્ષા પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજી શેરિંગ પર ભાર મુકાયો.
  • વેપાર અને આર્થિક ભાગીદારી : ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા બંને નેતાઓ અનુમોદિત. મહત્વપૂર્ણ ખનિજો, વધતા રોકાણ અને નવી વેપાર તક પર ચર્ચા થઈ.
  • પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહયોગ : સ્વચ્છ ઉર્જા અને પરમાણુ સહકાર વધારવા માટે બંને દેશો પ્રયત્નશીલ રહેશે.
  • શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન : વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વ્યાવસાયિકો માટે વધુ સુવિધા અને તક ઉભી કરવાનો મુદ્દો મુખ્ય રહ્યો.

Latest Stories