/connect-gujarat/media/media_files/swopF9lB5vQqytmChJGm.png)
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.
આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.