PM મોદી ઇટાલીમાં યોજાનાર જી-7 શિખર સંમેલનમાં આ વિષયો પર કરશે ચર્ચા

ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા કટિબદ્ધ છીએ.

author-image
By Connect Gujarat Desk
New Update
PM મોદી ઇટાલી

જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા જતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે.PM મોદીએ જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર હું 14 જૂન, 2024ના રોજ જી-7 આઉટરીચ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટાલીમાં અપુલિયા પ્રદેશની યાત્રા કરી રહ્યો છું.

મને ખુશી છે કે જી-7 સમિટ માટે સતત ત્રીજી ટર્મમાં મારી પ્રથમ મુલાકાત ઇટાલીની છે. હું વર્ષ 2021માં જી-20 શિખર સંમેલન માટે ઇટાલીની મારી મુલાકાતને યાદ કરું છું. પ્રધાનમંત્રી મેલોનીએ ગયા વર્ષે ભારતની બે મુલાકાતો લીધી હતી, જે આપણા દ્વિપક્ષીય કાર્યસૂચિમાં ગતિ અને ઊંડાણ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા કટિબદ્ધ છીએ.

આઉટરીચ સેશનમાં ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનર્જી, આફ્રિકા અને મેડિટેરેનિયન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તે ભારતના પ્રમુખ પદ હેઠળ આયોજિત જી-20 શિખર સંમેલનના પરિણામો અને આગામી જી-7 શિખર સંમેલનના પરિણામો વચ્ચે વધુ સમન્વય સ્થાપિત કરવાની તક હશે તથા વૈશ્વિક દક્ષિણ માટે મહત્ત્વપૂર્ણ એવા મુદ્દાઓ પર ચર્ચા કરશે."

Latest Stories