PM નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કવાડ સમીટમાં આપી હાજરી

દુનિયા | Featured | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે. અહીં તેમણે વિલ્મિંગ્ટનમાં શનિવારે મોડી રાત્રે 1:30

New Update
america

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે. અહીં તેમણે વિલ્મિંગ્ટનમાં શનિવારે મોડી રાત્રે 1:30 વાગ્યે (ભારતીય સમયાનુસાર) યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનીઝ પીએમ ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ) સમિટમાં હાજરી આપી હતી.

PM મોદીએ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ સમિટમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે ક્વોડ 'કાયમી' છે અને 'કોઈની વિરુદ્ધ નથી'. ચીનના સંદર્ભમાં તેમણે કહ્યું કે ક્વાડના નેતાઓ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને સાર્વભૌમત્વના સન્માનના પક્ષમાં છે. તમને જણાવી દઈએ કે ચીન દુનિયામાં પોતાનું એકતરફી વર્ચસ્વ ઈચ્છે છે. આ વર્ચસ્વ માટે ચીન તેના પાડોશી દેશો, ખાસ કરીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે. ચીનને લાગે છે કે તેમની વિરુદ્ધ QUAD બનાવવામાં આવ્યું છે અને એવું છે પણ ખરું. આવી સ્થિતિમાં પીએમ મોદીનો આ સંદેશ ઘણી રીતે મહત્ત્વપૂર્ણ છે.ક્વાડ સમિટમાં બોલતા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિઝ જણાવ્યું હતું કેઆવતા વર્ષે પીએમ મોદી ક્વાડ સમિટનું આયોજન કરશે. હું એ ક્ષણની રાહ જોઈ રહ્યો છું. ક્વાડનો ઇતિહાસ લાંબો નથી, જેનો અર્થ છે કે તે પરંપરાઓથી બંધાયેલ નથી. આપણે જે પ્રદેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ (ઇન્ડો પેસિફિક) તે માનવ ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર.

Latest Stories