PM નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનની લેશે મુલાકાત,યુક્રેન અલગ દેશ બન્યા બાદ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત

દુનિયા | Featured | દેશ | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું

New Update
યુક્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. 1991માં યુક્રેન અલગ દેશ બન્યો. તે પછી કોઈ ભારતીય વડાપ્રધાને ત્યાંની મુલાકાત લીધી નથી. યુક્રેન પહેલા વડાપ્રધાન 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે.

અગાઉ 1979માં મોરારજી દેસાઈ ત્યાં ગયા હતા.વિદેશ મંત્રાલયે વડાપ્રધાનની યુક્રેનની મુલાકાત અંગે માહિતી આપી છે. MEAમાં સચિવ તન્મય લાલે કહ્યું- ભારતના રશિયા અને યુક્રેન બંને સાથે સંબંધો છે. વડાપ્રધાન ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે પણ ચર્ચા કરશે. આ પહેલા વડાપ્રધાન રશિયા ગયા હતા, જ્યાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ 20 માર્ચે પુતિન અને ઝેલેન્સકી બંને સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો.

Latest Stories