પાકિસ્તાનમાં 18 જિલ્લામાં ગટરના નમુનામાંથી પોલિયો વાયરસ મળી આવ્યો, ગત વર્ષે નોંધાયા હતા 74 કેસ

રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા (NHI)એ પાકિસ્તાનના 18 જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા ગટરના નમૂનાઓમાં જંગલી પોલિયો વાયરસ પ્રકાર 1ની શોધની પુષ્ટિ કરી છે.

New Update
પોલિયો

રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા (NHI)એ પાકિસ્તાનના 18 જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા ગટરના નમૂનાઓમાં જંગલી પોલિયો વાયરસ પ્રકાર 1ની શોધની પુષ્ટિ કરી છે. આ નમૂનાઓ પાકિસ્તાનના ચારેય રાજ્યોની અલગ અલગ ગટર લાઈનોમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા.અસરગ્રસ્ત વિસ્તારોમાં સિંધના 12 જિલ્લાઓ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં બે-બે જિલ્લાઓ અને બલૂચિસ્તાન અને ઇસ્લામાબાદમાં એક-એક જિલ્લાનો સમાવેશ થાય છે.

દુનિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જ એવા બે દેશો છે જ્યાં હજુ સુધી પોલિયો નાબૂદ થયો નથી.આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં પોલિયોના 6 કેસ નોંધાયા છે, જેમાં સિંધમાંથી 4, ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાંથી એક-એક કેસનો સમાવેશ થાય છે. 2024માં દેશમાં 74 કેસ નોંધાયા હતા.વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ 27 માર્ચ, 2014ના રોજ ભારતને પોલિયો મુક્ત જાહેર કર્યું. જોકે, ગયા વર્ષે 10 વર્ષ પછી મેઘાલયમાં પોલિયોનો એક કેસ મળી આવ્યો હતો.

Latest Stories