અમેરિકામાં રાષ્ટ્રપતિ ડિબેટ: બાઇડન સામે ડોનાલ્ડ ટ્રમ્પે બાજી મારી

દુનિયા | સમાચાર : અમેરિકામાં 28 જૂન  2024ના દિવસે રાષ્ટ્રપતિ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ રાષ્ટ્રપતિની ડિબેટ થઈ હતી. વોશિંગ્ટન પોસ્ટ અને ડિબેટનું આયોજન કરનાર CNNએ ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા

New Update
ટ્રમ્પ
અમેરિકામાં 28 જૂન  2024ના દિવસે રાષ્ટ્રપતિ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ રાષ્ટ્રપતિની ડિબેટ થઈ હતી. ડેમોક્રેટિક પાર્ટી તરફથી પોતાને યોગ્ય રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સાબિત કરવા માટે 81 વર્ષનાં બાઇડન માટે આ શ્રેષ્ઠ તક હતી.
જોકે, 75 મિનિટની ડિબેટ બાદ અમેરિકાના સૌથી મોટા મીડિયા હાઉસ પૈકીના એક ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ડિબેટનું આયોજન કરનાર CNNએ ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ડિબેટ દરમિયાન બાઇડન વારંવાર તેમના ભાષણ દરમિયાન અટકી રહ્યા હતા, સતત ઉધરસ ખાતા હતા અને ટ્રમ્પના આરોપોનો જવાબ આપવામાં અસમર્થ હતા.ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બાઇડનના આ પ્રદર્શન બાદ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમને આશંકા છે કે ચૂંટણી પહેલા આગામી 4 મહિના સુધી બાઇડન પ્રચાર પૂર્ણ કરી શકશે નહીં.
Latest Stories